જામનગરના દડીયામાં ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું મંત્રીઓના હસ્તે લોકર્પણ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) વિભાગ મંત્રી  બ્રિજેશકુમાર મેરજા દ્વારા જામનગર તાલુકાના દડીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દડીયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસમાં મિટિંગ હોલ, શૉચાલય, રસોઈ ઘર જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે રૂ. 14 લાખના ખર્ચે 750 ચો. ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ નિવાસનું લોકાર્પણ થવાથી ગ્રામજનોને વહીવટી અને વિકાસલક્ષી કામગીરીમાં પડતી મુશ્કેલી પણ દૂર થઇ છે.

આ પ્રસંગે કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના સુચારુ શાસનકાળમાં સરપંચઓને વિકાસકામો અર્થે ગ્રાન્ટ મેળવવા માટે સમય બગડતો નથી. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક ગ્રામ પંચાયતના વિકાસ માટે વ્યક્તિગત ધોરણે રસ દાખવીને ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. જેથી વિકાસકામો સમયસર પૂર્ણ થઇ શકે, અને ગામડાંઓ શહેરની સમકક્ષ પહોંચી શકે.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી  બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું હતું કે સરકારનો લક્ષ્યાંક રાજ્યમાં આવેલી 2700 ગ્રામ પંચાયતોના ભવનોનું નવનિર્માણ સમયસર પૂર્ણ કરવાનો રહેલો છે. જિલ્લા વિકાસ અધિકારી  મિહિરભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયતોના નવનિર્માણ માટે જે મોડેલ રજૂ કરવામાં આવ્યું છે, તેની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન  ભરતભાઈ, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ  હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ  કમલેશભાઈ હરવારા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ  ભાનુબેન, જિલ્લા વિકાસ અધિકારી  મિહિરભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  કીર્તનબેન, DRDA નિયામક  રાયજાદાભાઈ, જામનગર તાલુકા વિકાસ અધિકારી  એન.એ. સરવૈયા, દડીયા ગામના સરપંચ  રાજેશભાઈ લખીયર, દડીયા ગામના ઉપ સરપંચ મતી રસીલાબેન, ગ્રામ આગેવાનો  જમનભાઈ,  બેચરભાઈ લખીયર, વિવિધ સમિતિઓના ચેરમેનઓ, પ્રમુખઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.