જામનગરમાં તાજીયા દરમ્યાન આવી રીતે થઈ હતી શોર્ટ સર્કિટ, 2 યુવાનોના ઘટનામાં મૃત્યુ થયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ધરાનગર વિસ્તારમાં મોહરમ દરમિયાન નીકળેલા તાજીયામાં વીજ કરંટ લાગતા 10 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બેના મોત નીપજતા ગમગીની છવાઈ છે.

કરબલાના શહીદો અને ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ માતમના પર્વ મોહરમ નિમિત્તે તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી નીકળતા કલાક્મક તાજીયાઓની શ્રેણીમાં સૌથી વધુ તાજીયાઓ જામનગર શહેર અને જિલ્લામાં નીકળે છે ત્યારે બેડી વિસ્તાર અને ધરાનગર લાઇટિંગ થી ડેકોરેશન વાળા તાજીયાઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

જામનગરના ધરારનગર ટેકરી વિસ્તારના ગુલામ અસગરી ચોક નજીક ગઈકાલે રાત્રે તાજીયા વિધિવત રીતે નીકળ્યા હતા ત્યારે જ કાંધીયા પાર્ટીના 10 જેટલા યુવકો યા હુસેનના નારા સાથે કલાત્મક તાજીયો લઈ નીકળ્યા હતા ત્યારે જ એકાએક વરસાદી સિઝનમાં રસ્તા પર ગટર પરની પાપડી ઉપર એક યુવકનું પગ આવ્યો હતો અને પાપડી તૂટતા તાજીયો નમ્યો હતો ને ત્યાંથી પસાર થતી 11 કેવીની વીજ લાઈનમાં અડતા શોર્ટ સર્કિટ સર્જાઈ હતી તાજીયા ઉપરથી આ શોર્ટ સર્કિટના કારણે આગના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને ગુંબજ ઉપરથી આ શોર્ટ સર્કિટ સીધી જ યુવકો સુધી પહોંચતા 10 જેટલા યુવકો દ્વારા ચીસા ચીસી કરી મુકતા નાસભાગ મચી ગઈ હતી અને તાત્કાલિક 108 ઇમરજન્સી એબ્યુલન્સ દ્વારા તમામ લોકોને સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અને આ દરમિયાન આસિફ યુનુસ ભાઈ મલેક નામના 23 વર્ષે યુવક ઉપરાંત મોહમ્મદ વાહીદ પઠાણ નામના 20 વર્ષીય યુવકના કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જેથી વાતાવરણ શોકમગ્ન બન્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા જ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા. જેથી તાબડતો એસ.પી પ્રેમસુખ ડેલુ, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સીટી બી ડિવિઝન ના પી.આઈ કે.જે. ભોયે સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃત્યુ પામેલા બંને યુવાનોના અકસ્માતે મોત અંગે નોંધ પણ પાડવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ સીટીપી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. સામાણી દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં બીજા ગ્રસ્ત બનેલા યુવકોને સારવાર આપવામાં આવી રહી છે જેમાંથી બે લોકોના મૃત્યુ નીપજ્યા છે ત્યારે વધુ બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુસ્લિમ સમાજના તાજીયા દરમ્યાન જામનગરમાં આવેલા ધરાનગર વિસ્તારમાં બનેલી શોર્ટ સર્કિટ ની ઘટનાને લઈને બે યુવાનોના મૃત્યુ નિપજે છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને મુસ્લિમ સમાજ અને મૃતક યુવાનોના પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની ફેલાઈ છે.