નાની ખાવડી, ગાગવા, મુંગણી ગામ એક માર્ગથી જોડાશે, 5 કિ.મી. લાંબા રોડનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે નાની ખાવડી ખાતે રૂ.251.39 લાખના ખર્ચે બનનારા નાની ખાવડી, ગાગવા તથા મુંગણી ગામને એકબીજા સાથે જોડતા પાંચ કિ.મી.ની લંબાઈના કાચા રસ્તા પર ડામર રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વીજળી, ટેકાના ભાવે જણસની ખરીદી, ખાતર પર સબસીડી, કૃષિ સાધન સહાય, વિના વ્યાજે કૃષિ લોન વગેરે જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે.અતિવૃષ્ટિના સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પ્રકારની સહાયતામાં વધારો કરી સરકાર ખેડૂતો માટે મુશ્કેલીના સમયમાં મદદરૂપ બની તો ત્યારબાદ ચેકડેમ, તળાવ, રોડ રસ્તા સહિતના પડતર પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનોની માંગણીઓ મંજૂર કરી સરકારે જિલ્લાના વિકાસને વેગવંતો બનાવ્યો છે. ગામડામાં પ્રાથમિક સુવિધાઓ મળે, ગામડા શહેરની સમકક્ષ બને અને ગામડામાંથી લોકોનું સ્થળાંતર અટકે તે માટે ગ્રામિણ ક્ષેત્રે વધુમાં વધુ સુવિધાઓ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે.આ રસ્તાની કામગીરી પૂર્ણ થયે ઉપરોક્ત ગામો સહિત આજુબાજુના ગામોને પણ નવા બનતા આ રસ્તાનો લાભ મળશે.

આ પ્રસંગે જાડાના પૃર્વ ચેરમેન દિલિપસિંહ ચુડસમા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણછોડભાઇ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય વિઠલભાઇ કણજારીયા, જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઇ ચભાડીયા, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઇ સભાયા, ભવાનભાઇ ચૌહાણ, ગાગવા સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા, નાની ખાવડી સરપંચ કનકસિંહ જાડેજા, વિપુલસિંહ જાડેજા, દેવુભાઇ ગઢવી, મનુભા સોઢા, લાલજીભાઇ વ્યાસ, દિપસિંહ કંચવા, જયેન્દ્રસિંહ ચુડાસમા, દુલાભાઇ જામ, ગરવાભાઇ મોરી, કિશાન મોરચા પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.