જામનગર ITI ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી જામનગર આઈ.ટી.આઈ. ખાતે માર્ગદર્શક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વાવલંબી ભારત અભિયાનનાં સહયોગથી “આત્મનિર્ભર ભારત” ને સાર્થક કરવા માટે NGO ના તપન લાડાણી અને ભાવેશ ઠુમ્મર દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાય કરવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપેલ હતું.

ભારત દેશ કેવી રીતે આત્મનિર્ભર બની શકે અને વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીનું “STARTUP INDIA” અને “SKILL INDIA” નું સ્વપ્નું સાકાર કરવા માટે તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી દીક્ષિત ભટ્ટે વ્યવસાય તથા રોજગારી માટે વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રોગ્રામમાં ભૂતપૂર્વ તાલીમાર્થીઓ કે જેઓ અત્યારે પોતાનો વ્યવસાય કરી બીજાને રોજગારી અપાવે છે તેવા તાલીમાર્થી મિત્રોનું આ તકે સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. જામનગરનાં આચાર્ય એમ.એમ.બોચીયા, મહિલા આઈ.ટી.આઈ. જામનગરનાં આચાર્ય જીજ્ઞેશ વસોયા, જોડીયા આઈ.ટી.આઈ.ના આચાર્ય વિમલ મંડલી, ફોરમેન, સુપરવાઈઝર અને બહોળી સંખ્યામાં તાલીમાર્થી મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ મુખ્ય ઉદ્દેશ્ય અત્યારના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે અને તે પોતાનો વ્યવસાય કરે તે હતો.