IAF સૂર્ય કિરણ એરોબેટીક ટીમ જામનગરના આકાશમાં અનોખી રંગોળી રચી આપશે સૈન્યની તાકાતનો પરચો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે. જામનગર શહેરના તમામ નાગરિકો માટે યોજાઈ રહેલા આ શો નુ ડિસ્પ્લે નિહાળવા વાયુ સેનાની સૂર્ય કિરણ ટિમ દ્વારા સ્વામિનારાયણ ફિઝિ્યોથેરાપી કોલેજ એરપોર્ટ રોડ અને ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના બે સ્થળો પર પ્રેક્ષકોને આમંત્રિત કરાયા છે.

એર શો દરમિયાન જામનગર શહેરના આમંત્રિત મહાનુભાવો માટે ખૂબ જ અદભૂત સ્ટન્ટ્સ દર્શાવવામાં આવશે. જેથી જામનગરના આકાશમાં સૈન્યની તાકાતના લોકો દર્શન કરી શકશે.