ધ્રોલમાં કેજરીવાલનો રોડ શો થયો ફ્લોપ શો…?

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે તેવામાં ગુજરાત પણ ત્રીજા પક્ષ તરીકે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટી પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે જામનગરના 76 કાલાવડ વિધાનસભાના મત વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીલક્ષી રોડ શો ફરવા આવી પહોંચ્યા હતા. માત્ર અડધી પોણી કલાકનો રોડ શો યોજાયો જેમાં ધ્રોલની અંદર લોકોનો પ્રતિસાદ નહિવત જોવા મળ્યો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની પ્રથમ ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારની રેલીમા ગણ્યા ગાંઠિયા કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.

76 કાલાવડ વિધાનસભાના ઉમેદવાર ના સમર્થનમાં યોજાયેલા રોડ સભા દિલ્હીના મુખ્યમંત્રીના આગમનથી જ કાર્યકર્તાઓની નહિવત પાખી હાજરી જોવા મળી હતી. જોકે મુખ્યમંત્રીના પ્રોટોકોલને કારણે પોલીસ અને સુરક્ષા કર્મીઓની વધુ હાજરીને કારણે માત્ર ટૂંકા રૂટ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ જોવા મળ્યા હતા અન્ય કોઈ સ્થાનિક લોકો કે અગ્રણીઓ આવકાર આપવા દેખાયા ન હતા.

પગારથી જાહેર કરાયેલા આ આમ આદમી પાર્ટીના રોડ શો માં પાર્ટીના મુખ્યમંત્રીના ચેહરા જાહેર કરેલા ઈશુદાન ગઢવી, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા તેમજ અન્ય કોઈ અગ્રણીઓ જોવા મળ્યા ન હતા જે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. અધૂરામાં પૂરું રોડ શો દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેના પ્રચારમાં રેલી કરી હતી તે ઉમેદવારના સમર્થનમાં લોકોને અપીલ કરવાનું ભૂલી ગયા હતા. જોકે રહીને એકાદ કાર્યકર્તાએ યાદ કરાવતા ફરીથી યાદ કરાવતા સ્થાનિક લોકોને આ વિસ્તારના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.

એકંદરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામનગર જિલ્લામાં 76 કાલાવડ વિધાનસભા માં યોજાયેલ ધ્રોલ પંથકનો પ્રથમ રોડ શો ફ્લોપ શો બન્યો હતો.