ઠેબા ગામે સ્વ. નંદલાલ પ્રગડાની તૃતીય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ઠેબા ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરી, 2023 ના ગુરુવારે સ્વ. નંદલાલભાઈ પ્રાગડાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ સંતવાણી, લોકડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના સેવાભાવી સ્વ. નંદલાલભાઈ ખીમજીભાઈ પ્રાગડા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેબા ગામ ખાતે કુદરત ફાર્મ હાઉસ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ લોકશાહના ધરાવતા માટીના માનવી અને ભજનીક નંદલાલભાઈ જીવન યાત્રા દરમિયાન અનેક મિત્ર વર્તુળ છોડી ગયા છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે રાત્રે જાણીતા ભજનીક રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ અને કોકીલ કંઠી ગણાતા બીરજુ બારોટની સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દરમિયાન સાહિત્યકાર દેવદાન ગઢવી પણ પોતાની કલાના ઓજસ પાથરશે. ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે જય પટેલ, ગોપાલ પટેલ, વિજય પટેલ અને કુદરત ગ્રુપ ઓફ કંપનીસ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

– સાગર સંઘાણી