ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે ધનરાજ નથવાણીની બિનહરીફ વરણી

ખેલ-કૂદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 86 મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન નવા હોદ્દેદારોની પરણી કરવામાં આવી છે. પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા બન્યા છે.

ગુજરાતમાં ક્રિકેટ એસોસિએશનની 86 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં બીસીસીઆઈના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તેમજ icc ના ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના પ્રમુખ જયભાઈ શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

pઆ સાધારણ સભા ધનરાજભાઈ નથવાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ચૂંટણી અધિકારી વરેશ સિંહા દ્વારા આગામી વર્ષ 2022 થી 2025 સુધી હોદ્દેદારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ તરીકે ધનરાજભાઈ નથવાણી, ઉપપ્રમુખ તરીકે હેમતભાઈ કોન્ટ્રાક્ટર, સેક્રેટરી તરીકે અનિલભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે મયુરભાઈ પટેલ અને ખજાનચી પદે ભરતભાઈ માંડલિયા ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.