જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના આયોજન માટે મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

1 લી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નું રાજ્ય સરકાર દ્વારા જામનગર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સાંજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી ની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં 1લી મેના રોજ યોજાનાર ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવનાર હોય તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમ ,રોડ શો અને શસ્ત્ર પ્રદર્શન સહિતના આયોજનો સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર હોય આ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તથા સમગ્ર કાર્યક્રમમાં સુચારું સંચાલન થાય તે માટે આજરોજ કોન્ફરન્સ હોલ ખાતે જામનગર મનપાના કમિશનર ડી. એન. મોદી દ્વારા ડેપ્યુટી કમિશનર , ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ વિભાગના શાખાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી.

આ ખાસ બેઠકમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે માઇક્રો પ્લાનિંગ ની ગોઠવણ થાય તે સહિતના મુદ્દા પર કમિશનર એ સમીક્ષા કરી હતી, તેમજ મનપાના વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સુચના આપી હતી.