જામનગરમાં ગુજરાત ગૌરવદિન નિમિતે અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મૂકતા રાજ્યના આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવો

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં ૩૪ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ શસ્ત્રો વિષે જાણકારી મેળવી હતી.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાઇ રહેલા શસ્ત્ર પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડી વોર્ન કેમેરા, બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, .૩૮ બોર રિવોલ્વર, .૩૦૩ રોઝ રાયફલ, .૩૦૩ EY S.L.R રાયફલ, .303 નંબર‌-૧ માર્ક-૩ રાયફલ, ૦૩૦૩ ઈટાલીયન રાયફલ, .૪૫૫ ટી.એમ.સી, ૨” મોર્ટર, ૪૫૫ બોર રિવોલ્વર, ટીટો રિવોલ્વર, લામા રિવોલ્વર, બ્રાઉની રિવોલ્વર, .૩૨ બોર રિવોલ્વર, વેરી લાઇટ પિસ્ટલ (કલર સેલ/રાઉન્ડવ), .૨૨ રાયફલ, MP-5 K રાયફલ, રાયોટ ગન, ૯ એમ.એમ. કાર્બાઈન, ૯ એમ.એમ. સ્ટેન ગન, ૯ એમ.એમ. પિસ્ટલ ઓટો, ૩૮ એમ.એમ.એમ.એસ.એલ (મલ્ટી સેલ લોન્ચ ર), ૧૨ બોર પંપ એકશન ગન GF રાયફલ, ગેસ ગન સેલ, ૭.૬૨ એલ.એમ.જી, A.G.L, માર્કસમેન બી.પી.વાહન સહિતના અત્યાધુનિક શસ્ત્રોનું જામનગરની જાહેર જનતા સવારે ૯ થી ૧ તથા બપોરે ૩:૩૦ થી ૭:૩૦ સુધી નિદર્શન કરી શકશે.

આ શસ્ત્ર પ્રદર્શનમાં કેબિનેમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીઓ ડો. વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, કલેકટર બી. એ. શાહ, કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.