જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી કરાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના આમરા ગામે રહેતા બાળકને જન્મથી જ બહેરાશ હોવાથી સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગરની જીજી હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે બાળકની સર્જરી અને સારવાર કરવામાં આવતા બાળક હવે સાંભળવા લાગ્યું છે. જામનગર જીલ્લાના આમરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા રણછોડભાઈ મઘોડીયાનો પુત્ર વ્રજ જેમ મોટો થતો ગયો તેમ બોલતા શીખી શક્યો નહી. માટે આમરા ગામના હેલ્થ કાર્યકરો અંકીતભાઈ , મંજુબેન અને મહેન્દ્રસિંહને વ્રજના પરિવારે વાત કરતાં તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાખાબાવળ ખાતે મેડીકલ ઓફિસર ડો.ભૂમિ ઠુંમર અને ડૉ. માધવીને ત્યાં મોકલવામાં આવતા પ્રાથમિક તપાસ બાદ ( RBSK ) રાષ્ટ્રીય બાળ સ્વાશસ્થ કાર્યક્રમ ટીમના ડો. મહેશ ભીમાણી અને ડો.દિવ્યા ભંડેરી દ્વારા બાળકની તપાસ કરવામાં આવી. તેમ જાણવા મળ્યું કે બાળક જન્મથી જ સાંભળી શકતું ન હોવાથી બોલી શકતું નથી. માટે તેનું સંદર્ભકાર્ડ ભરીને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા.

બાળ દર્દીની પ્રાથમિક તપાસમાં PTA , BERA , ASSAR CT , MRI , OAE રીપોર્ટ અને લોહીના પરીક્ષણમાં જાણવા મળ્યું કે આ બાળકને ( congenital deafness ) એટલે કે જન્મ જાત બહેરાશ હોવાનું જણાયું હતું. તેથી વ્રજને પ્રાથમિક સારવાર હેઠળ રાખી તારીખ ૦૭-૦૪-૨૦૨૨ના રોજ હોસ્પિટલના નિષ્ણાતો ડોકટરો દ્વારા ખૂબ જ કૂનેહથી કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી અને જરૂરી સારવાર વિના મૂલ્યે કરી ક્ષતિને દૂર કરવામાં આવતા હવે વ્રજ નોર્મલ બાળકોની જેમ સાંભળી શકે છે. જેથી તેના માતા-પિતાએ આરોગ્ય તંત્ર, ડોકટરો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છ