જામનગરમાં હિન્દુ સેનાએ લવ જેહાદને ઉજાગર કરતી ધ કેરેલા સ્ટોરી ફિલ્મ હિન્દુ યુવતીઓને વિનામુલ્યે દેખાડી

ફિલ્મી ખબર સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

શુક્રવારે જામનગર માં “હિન્દુ સેના” દ્વારા “લવ જેહાદ” માટે જંગ છેડી છે એ અનુસંધાને જામનગર ની આયોનેક્સ સિનેમા માં હિન્દુ સમાજ ની હિન્દુ બહેનો દિકરીઓને ફ્રી માં “ ધ કેરેલા સ્ટોરી “ હિન્દી ફિલ્મ દેખાડવા માં આવી હતું.

આ ફિલ્મ જોવા માટે જાણીતા કાજલબેન હિન્દુસ્થાની, મેયર બિનાબેન કોઠારી, RSS ના વ્રજલાલ પાઠક, હિન્દુ જાગરણ મંચ ના ભરતભાઇ ફલીયા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, પ્રવિણાબેન, પણ આ ફિલ્મ જોવા હિન્દુ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ ફિલ્મ જોવા માટે થઇને જામનગર ની ૨૨૭૩ જેટલી બહેનો ના ફોન આવ્યા હતા પણ ટોકીઝ ની ક્ષમતા જ ૩૦૦ સીટ ની જ હતી. છતા પણ બહેનો એ સીટ ન મળતા નીચે બેસી ને પણ આ ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મ દેખાડવા માટે થઇ ને “હિન્દુ સેના” ના નાના મોટા તમામ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી જુસ્સાભેર આયોજન કર્યુ હતુ.

આ ધ કેરેલા સ્ટોરી હિન્દી ફિલ્મ દરમ્યાન જોવા આવેલ ને “હિન્દુ સેના” દ્વારા “જાગો હિન્દુ જાગો” ની પત્રિકા નુ પણ “હિન્દુ સેના” ના કાર્યકરો દ્વારા વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મ જોવા આવનાર જામનગર ની તમામ બહેનો નો “હિન્દુ સેના ગુજરાત ના પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટે આ તકે ખાસ આભાર પણ માન્યો હતો. અને હિન્દુ યુવતીઓને આ ફિલ્મમાં બતાવાયેલી સ્થિતિ થી જાગૃત બનવા પણ અપીલ કરી હતી.