જામનગરમાં મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું આગમન, એરફોર્સ ખાતે સ્વાગત કરાયું

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા પ્રધાન અમિત શાહનું જામનગરમાં મોડી રાત્રે આગમન થયું હતું. એરપોર્ટ સ્ટેશન ખાતે આગમન થતા જ જામનગરના મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલું, અધિક કલેકટર બી.એન.ખેર, એર કોમાંન્ડર આનંદ સોઢી દ્વારા જામનગર આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ગૃહ અને સહકારિતા મંત્રીના સ્વાગતમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજકોટ રેન્જના આઈ. જી. અશોક યાદવ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું તેમજ એર કમાન્ડર આનંદ સોઢી સહભાગી બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીજામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થશે, અને દ્વારકા ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. ત્યારબાદ દ્વારકાથી જામનગર પરત આવી તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે.