સમરસ ગર્લ્સ હોસ્ટેલ તથા માતૃશ્રી રતનબેન માધવજી કન્યા છાત્રાલય ખાતે મહિલા કલ્યાણની થીમ પર નાટક રજૂ કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી તા-૦૧/૦૮/૨૦૨૩ થી તા-૦૭/૦૮/૨૦૨૩ દરમ્યાન થીમ પર ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત જામનગર જીલ્લામાં “નારી વંદન ઉત્સવ” ની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં તા.૬ ઓગસ્ટના રોજ “મહિલા કલ્યાણ” દિનની ઉજવણી નાયબ નિયામક અનુસૂચિત જાતિના અધિકારી ઘનશ્યામ વાઘેલા અને નાયબ નિયામક વિકસિત જાતિના અધિકારી પરમાર સહકારથી “સમરસ ગર્લ્સ હોસ્ટેલ” ખાતે તથા “લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત માતૃ રતનબેન માધવજી કન્યા છાત્રાલય” ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત “મહિલા કલ્યાણની” થીમ પર બહેનો દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા કિશોરીઓને “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -૨૦૧૩” ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આંગણવાડીમાંથી મળતા પોષણયુક્ત આહાર(THR) વિષે જીલ્લા પંચાયત ICDS શાખના પ્રોગ્રામ ઓફિસર બીનલબેન દ્વારા કિશોરીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. 181 મહિલા હેલ્પલાઈન ટીમ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર અને સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર કાર્યક્રમમાં હાજર રહી પોતાના સેન્ટર દ્વારા ચાલતી મહિલા લક્ષી સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આજે તા.૭ ઓગસ્ટના રોજ ”મહિલા અને બાળ આરોગ્ય” દિવસની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની થીમ પર નાટક તેમજ નિષ્ણાતો દ્વારા પ્રાથમિક સારવાર પુખ્તવયના વ્યક્તિઓ અને બાળકોમાં CHOKING DEMONSTRATION, CPR DEMONSTRATION, તમામ CHC,PHC ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ,(એનીમિયા, પેપ સ્મીયર ટેસ્ટ,આયર્ન ફોલિક એસીડ ટેબ્લેટ વિતરણ,સેનેટરી પેડ ,બી.એમ.આઈ હિમોગ્લોબીન તપાસ વગેરે આરોગ્ય તપાસ કરવામાં આવશે.પોષ્ટિક વાનગીઓનું નિદર્શન તથા THR માંથી આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શો,અને ફીટ ઇન્ડિયા થીમ પર BICYCLE રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી મંજુલાબેન ચોવટિયા, ઇન્દુબેન ગોંડલીયા, ગૃહમાતા પ્રિયંકાબેન સંઘાણી તથા નીરુપાબેન, ગાયત્રીબેન કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.