જામનગર યુથ હોસ્ટેલનો ખળખંભાળિયા વીડી વિસ્તારમાં ટ્રેકિંગ કેમ્પ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર વન વિભાગ દ્વારા મોન્સુન ટ્રેકિંગ મહોત્સવ અંતર્ગત યુથ હોસ્ટેલ જામનગર યુનિટનો ખળખંભાળિયા વીડી વિસ્તારમાં આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો.

જેમાં યુથ હોસ્ટેલના 60 જેટલાં સભ્યોએ સહભાગી થઈ વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના દર્શન કરવાની સાથે વન અને પર્યાવરણ તથા વન વિભાગને લગતી અનેક રસપ્રદ વિગતો મેળવી હતી.ડીસીએફ  આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં લાલપુર RFO મુકેશભાઈ બડિયાવદરા, ફોરેસ્ટર વૈશાલીબેન, બળવંતસિંહ જાડેજા, યુથ હોસ્ટેલના એમ.યુ.ઝવેરી તથા બાલકૃષ્ણ બગડાઈએ સમગ્ર ટ્રેકિંગ રુટ દરમિયાન સાથે રહી સભ્યોને વન સંપદાની ઝીણવટભરી વિગતો આપી હતી.