જામનગરમાં ગુજરાત NCC ડાયરેક્ટરેટના ADG મેજર જનરલ બિમલ મોંગા સૌરાષ્ટ્રના 42 અગ્નિવિરોને મળવા પહોંચ્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા SM,VSM આવી પહોંચ્યા હતા અને આગામી ભારતીય સેનામાં ખાસ અગ્નિવર તરીકે સિલેક્ટ થયેલા એનસીસી કેડેટ્સોને મળી બિરદાવ્યા હતા. જામનગર ખાતે અગ્નિવિર તરીકે પસંદગી પામેલા સૌરાષ્ટ્ર કચ્છના 42 કેડેટ્સોને ભારતની સૈન્ય પાંખ આર્મી અને નેવી માં જોડાઈ દેશની સેવા […]

Continue Reading

ગુજરાત લોકભવનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતમાં ઐતિહાસિક રામકથાનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજ દ્વારા રામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ રામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે […]

Continue Reading

ચોટીલા નજીક ખાનગી બસ સળગી, લોકોના જીવ તાળવે ચોંટયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર : અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી. ખાનગી બસમાં એકાએક આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા 35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ પરંતુ કોઈ […]

Continue Reading

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા કલા પ્રદર્શન તેમજ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી : ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ સ્વ. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ અને સ્વ. પોપટલાલ નાનાલાલ વાઘેલા સ્મરણાંજલિ એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સુરેન્દ્રભાઈ પટેલ, મનહરભાઈ કાપડિયા, નાગજીભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ બારૈયા, વ્રજભાઈ મિસ્ત્રી, ઝાલા તથા આયોજક […]

Continue Reading

જામનગરમાં ભાજપની મુરતિયા પસંદગીમાં ઇન્તજાર સાથે અનેક અટકળો…, યાદીમાં સારા કે પછી મારા? કોનો સમાવેશ તેના પર સૌની મીટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં મુરતિયા મંથનમાં સારો નહીં પણ મારો હોવો જોઈએ.. એ રીતે કેટલાક ચૂંટાયેલા નેતાઓએ લોબીંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ પ્રકારનું સિલેક્શન ઇલેક્શનમાં નુકસાન પણ પહોંચાડી શકે તેવું બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ પાર્ટીના મંથનને લઈને અનેક અટકળો […]

Continue Reading

બજેટ 2026-27: વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણનો રોડમેપ, જામનગરમાં સાંસદ પૂનમ માડમની પત્રકાર પરિષદ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના કેન્દ્રિય બજેટના જનહિતકારી મુદ્દાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે જામનગર ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આ બજેટને ‘વિકસિત ભારત @ 2047’ ના લક્ષ્યને સાકાર કરનારું અને દરેક વર્ગને સ્પર્શતું બજેટ […]

Continue Reading

બાળહઠ સામે મુખ્યમંત્રીની ‘દાદા’ જેવી મમતા: સામ્યાને આપેલું વચન પાળવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને માનવીય અભિગમની વધુ એક ઝલક બનાસકાંઠામાં જોવા મળી છે. એક વર્ષ પહેલાં વીડિયો કોન્ફરન્સમાં મળેલી નાનકડી સામ્યાની વિનંતીને ભૂલવાને બદલે, મુખ્યમંત્રીએ રૂબરૂ શાળાએ જઈને દીકરીનું સપનું સાકાર કર્યું છે. લાગણી અને વિશ્વાસનો સેતુ : માસૂમ સવાલ, મક્કમ વચન: ગત વર્ષે ધોરણ-1 માં ભણતી સામ્યા […]

Continue Reading

સ્થાનિક ચૂંટણી પહેલાં ‘બાપુ’ની એન્ટ્રી: દેવા માફી મુદ્દે રાજકોટથી શંકરસિંહ વાઘેલા ગજવશે મેદાન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઝંપલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં ઠેર-ઠેર લાગેલા હોર્ડિંગ્સ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. ‘સબકા હોગા કરજ માફ’: ૨૬ ફેબ્રુઆરીએ મહાસભા શંકરસિંહ વાઘેલા દ્વારા ‘સબકા હોગા કરજ માફ’ ના નારા સાથે દેશવ્યાપી […]

Continue Reading

ગીરના સિંહોની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય : 5 નવા અંડરપાસ અને AI સિસ્ટમ કાર્યરત થશે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : ગીરના જંગલમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને રેલ અકસ્માતો અટકાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આ અંગેની વિગતો રજૂ કરી હતી. નવા અંડરપાસનું નિર્માણ: સિંહોની સલામત અવરજવર માટે હાલમાં બે અંડરપાસ કાર્યરત છે, […]

Continue Reading

દેશની પ્રથમ સહકારી કેબ સેવા ‘ભારત ટેક્સી’ શરૂ; ડ્રાઈવરો અને મુસાફરોને થશે ફાયદો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : દેશની સૌપ્રથમ સહકારી કેબ સેવા ‘ભારત ટેક્સી’નો પ્રારંભ થયો છે. આ પહેલને પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સેવાની શરૂઆત બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ પ્લેટફોર્મ ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ડ્રાઈવરોના […]

Continue Reading