કૉંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાતા જામનગરમાં ભાજપે ધરણા કર્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

કોંગ્રેસપક્ષના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે. તેવા આક્ષેપ સાથે વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા લાલ બંગલા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી આ તબબકે માફી માંગે તેવી પણ ભાજપ દ્વારા માંગણી કરવામાં આવી છે.

આ ધરણા પ્રદર્શનમાં ભાજપના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા(હકૂભા), પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કટારીયા, પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, મુકેશ દાશાણી, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, સહિત કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધરણા પ્રદર્શન કર્યું હતું.તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના સહકન્વીનર દીપાબેન સોનીની યાદી માં જણાવવામાં આવ્યું છે.