લમ્પી રોગચાળાને કાબુમાં લેવા જામનગરમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મેરેથોન બેઠક યોજી,જામનગરમાં 5 પશુ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ અને પશુઓ ડોકટરની ટીમ સાથે લમ્પી વાયરસના વધી રહેલા રોગચાળાને લઈને મેરેથોન મીટીંગ યોજી હતી.

અગત્યની આ મિટિંગમાં મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગ દરમિયાન લમ્પી વાયરસને લઈને રોગચાળા ને કાબુમાં લેવા પ્રેઝન્ટેશન સાથે વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો .લમ્પી અંગે જામનગર મહાનગરપાલિકાના મળેલી મેરેથોન મીટીંગ બાદ જામનગર મહાનગરપાલિકા ખાતેથી કૃષિ અને પશુપાલન વિભાગ તેમજ ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના અગ્રણીઓએ પાંચ એનિમલ હેલ્પલાઇનને પશુ એમ્બ્યુલન્સ મારફતે સેવા કરવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી રોગચાળાના રસીકરણ અને સારવાર અંગે જામનગર મહાનગર પાલિકા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ પશુઓમાં પ્રસરી રહેલા લમ્પી વાયરસને લઈને શહેરની ગૌશાળાઓમાં ગૌપશુધનનું તાત્કાલિક વેકસીનેશન કરવું, પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવું, રખડતાં ઢોરને પકડીને અલગ જગ્યાએ રાખવા, નિયમિત દવાઓનો છંટકાવ કરવો તેમજ પશુઓને ખોરાકની વ્યવસ્થા મળી રહે તે પ્રકારે તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.

જામનગર શહેરમાં રખડતાં ઢોરોના વેકસીનેશન માટે વધારાના વાહનો, સાધનો, મેનપાવર વગેરેની વ્યવસ્થા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યાર સુધી 4955 પશુઓનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જામનગર તંત્ર દ્વારા વેકસીનેશન ડ્રાઈવમાં ખાનગી માલીકોના ઢોરોને પણ આવરી લેવામાં આવે છે. આ રોગ ચેપી હોવાથી માખી, મચ્છર, ઇતરડીથી ફેલાતો હોવાથી  ઢોર માલિકોને સાફ સફાઈ તેમજ જરૂરી કાળજી લેવા સૂચનો આપવામાં આવે છે. ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની મેલેરિયા શાખા દ્વારા એન્ટિ પેરેસાઇટીક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટૂંક સમયમાં શહેરના વોર્ડ નં-6 માં અસરગ્રસ્ત પશુઓની સારવાર  માટે આઇસોલેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એનિમલ હેલ્પલાઈન ઉપરાંત જામનગર મહાનગર પાલિકા દ્વારા પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પશુપાલકો, જાહેર જનતા લમ્પી સ્કીન ડીસીઝ વાઇરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે હેલ્પલાઈન નંબર 9099112101 ની મદદ લઈ શકશે.  ઉપરાંત અસરગ્રસ્ત પશુઓને સારવાર મળી રહે તે માટે માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં બે પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. તેમજ જામનગર મહાનગર પાલિકા દ્વારા 5 એમ્બ્યુલન્સ સાથે વેટરનરી ડૉક્ટર તથા કોવિલિફાઇડ સ્ટાફની  ફાળવણી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સને મંત્રીએ લીલી ઝંડી આપી હતી.

આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમનીષભાઈ કટારિયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.કે.વસ્તાણી, જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ, નોડલ ઓફિસર ડૉ. અમિત કાનાણી, પશુપાલન નિયામક ડૉ. અનિલ વિરાણી, ડૉ. હર્ષદ મેવાણી, પશુપાલનવિભાગના ડૉક્ટરઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.