જામનગરમાં તંત્રનું ગુપ્ત ઓપરેશન, સજૂબા સ્કૂલમાં દરગાહ પર રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યુ બુલડોઝર

ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાતમાં સરકારી જગ્યાઓ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે દ્વારકાથી શરૂ થયેલ કાર્યવાહી વિવિધ શહેરો બાદ જામનગરમાં પણ થઈ છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી વખતની સજુબા સ્કૂલમાં કેટલાક સમયથી દરગાહ હતી જેને લઈને અનેક વખત આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી.

શૈક્ષણિક સંસ્થામાં આવેલ આ દરગાહને લઈને સરકારી તંત્રનું શુક્રવારે રાત્રે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દરગાહ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દરગાહ હટાવવામાં આવી છે.

જામનગરના સજુબા સ્કૂલમાં આવેલ દરગાહ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મોડી રાત્રે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બે વાગ્યા આસપાસ એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ડી.પી.વાઘેલા, મામલતદાર બુલડોઝર સાથે ગુપ્ત રીતે સજુબા સ્કૂલે પહોંચ્યા હતા. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાત્રિના સમયે જ શાળાની અંદર આવેલ દરગાહ બનાવવામાં આવી હતી જેને તોડી પાડવામાં આવી છે. રાતથી જ સજુબા સ્કૂલ આસપાસ કોઇપણ અનઇચ્છનીયબનાવ ન બને તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.