રોશનીનો જીવનદીપ બૂઝાયો, 20 કલાકે બોરવેલમાંથી 2 વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો…

ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર તાલુકાના તમાચણ ગામમાં ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી બોર મા 20 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ હતી. ફાયર બ્રિગેડ, આર્મી એન ડી આર એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ અંતે 20 કલાકની જહેમત બાદ બાળકી રોશની નો મૃતદેહ જ હાથ લાગ્યો હતો ત્યારે ઉપસ્થિત સૌ કોઈ ની આંખો માં આસુ જોવા મળ્યા હતા.

જામનગર તાલુકા ના તમાચાણ ગામ ની એક વાડીનાં બોરવેલમાં ખેત મજૂરી માટે મધ્યપ્રદેશના દેવપુરા ગામ થી આવેલા પરિવારની 2 વર્ષ ની બાળકી શનિવારે સવારે પડી ગઈ હતી આ સમયે બાળકી ની માતા ને જાણ થતા જ તેણી એ બુમાબુમ કરી હતી.આ પછી સબંધિત તંત્ર ને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ , 108 ,પોલીસ સ્ટાફ વગેરે દોડી ગયા હતા. અને 2 વર્ષની રોશની નામની આ બાળકી ને બોર માંથી બહાર કાઢવા માટે નાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતાા.  બોર મા કેમેરા પણ ઉતારવામાં આવ્યા હતા. જેથી બાળકી અંગે પળપળ ની જાણકારી મળતી રહે .પરંતુ કેમેરોમાં માત્ર બાળકીનો હાથ દેખાયો હતો. અન્ય કોઈ મુવમેન્ટ જોવા મળી નહોતી.

જેથી સમાંતર ૨૦ ફૂટનો ખાડો કરીને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.આ માટે હિટાચી ,જે સી બી મશીન નો ઉપયોગ પણ કરાયો હતો.જ્યારે બપોર બાદ આર્મી અને મોડી રાત્રે એન ડી આર એફ.ની ટીમ પણ પહોંચી હતી અને રેસ્ક્યું  કામગીરી માં જોડાઈ હતી.

જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના દેવપુરાનો આદિવાસી પરિવારના બાબુભાઈ વાસકેલા કે, જેઓ તમાચણ ગામમાં ગોવિંદભાઈ ટપુભાઈ પ્રજાપતિની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે. જેની 2 વર્ષની પુત્રી રોશની ગઇકાલે સવારે વાડીમાં આવેલા પાણી માટેના બોરમાં અંદર પડીને ફસાઈ ગઈ હતી. જે બનાવ ની જાણ થતાં આદિવાસી શ્રમિક પરિવારે દેકારો મચાવી દીધો હતો.

આ અંગે ગામના સરપંચ રામજીભાઈ મકવાણા ને જાણ કરતાં તેમણે જામનગર અને કાલાવડ ની ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી, જેથી બંને ફાયર વિભાગની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

કાલાવડ અને જામનગરની ફાયર ની એક ટીમ દ્વારા સૌપ્રથમ બોરવેલ માં કેમેરો નાખવામાં આવ્યો હતો, જેમાં બાળકીનો હાથ દેખાયો હતો, પરંતુ બાળકીની કોઈ અન્ય મુવમેન્ટ અથવા તો અવાજ સાંભળવા મળ્યો ન હતો.

જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબીની મદદથી બાજુમાં જ સમાંતર ખાડો ખોદીને બાળકીને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો ચલાવવામાં આવ્યું હતું. આ પછી એન ડી આર એફ અને આર્મી ની ટીમ પણ મદદ માં જોડાઈ હતી આજે સવાર સુધી બાળકી ને બચવવા માટે તનતોડ મહેનત ચલાવાઈ હતી.પરંતુ બાળકી ને બચાવવામાં સફળતા સાપડી ન હતી. અને અંતે રવિવારે  વહેલી સવારે પોણા છ વાગ્યે બોરવેલમાં પડેલ બે વર્ષીય રોશનીનો જીવનદીપ બુજાયેલો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.