કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભાસદોના તેજસ્વી બાળકોનું સન્માન કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોના તેજસ્વી બાળકો માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં, વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ અને પ્રવાહમાં સિદ્ધિ મેળવેલા વિશિષ્ટ બાળકોનું કેબિનેટ મંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, કૃષિમંત્રી એ બાળકોને સતત પુરુષાર્થ કરવા માટે અને તેમના સ્વપ્નોને પરિપૂર્ણ કરવા માટેની શીખ આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નૃત્ય દ્વારા કરાઈ હતી. તેમજ, શહીદોની યાદમાં 2 મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું. સમારોહમાં, મેયર મતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યો, સમાજના અગ્રણી ઓ તેમજ બહોળી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા.